માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભારંભ કરાવ્યો હતો. સાથે નવરંગ બિટ્સ ગ્રુપના આયોજકો, નડિયાદ શહેર ભાજપ સંગઠનના સૌ પરિવારજનો, પૂર્વ કાઉન્સિલરઓ સહિત નવરંગ બિટ્સ ગ્રુપના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બીજી બાજુ આદ્યશક્તિ જગત જનની માં અંબાના આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2025 નો માં અંબાની પૂજન આરતી કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંતરામ મંદિરના સંતો નિર્ગુણદાસજી મહારાજ અને સત્યદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના ચેરમેન મ ડો.સંત સ્વામી, અંબા આશ્રમના આચાર્ય ધર્મેશજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મારુલબેન દેસાઈ, આનલ પટેલ અને રિયાંશ સહિત સહપરિવાર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે આરતી ઉતારી માતાજીની કૃપા પ્રાપ્ત કરી હતી. નવદુર્ગા નવરાત્રિ મહોત્સવના આયોજકો, મીડિયાના પત્રકાર મિત્રો, ભાજપ સંગઠન પરિવારના સભ્યો, પૂર્વ કાઉન્સિલરો અને માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વૃંદાવન ગરબા મહોત્સવ 2025 ની પ્રથમ નોરતા નિમિત્તે શુભારંભ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. વૃંદાવન ગરબા મહોત્સવ ખાતે નાના બાળકો માતાપિતા સાથે સહપરિવાર ગરબા રમી શકે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.સાથે વૃંદાવન ગરબા મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel