વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસો બદલ આભાર વ્યકત કરતાં કેડીસીસી બેંક તરીકે જાણીતી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.-નડિયાદના ચેરમેન તેજસ પટેલ, બોર્ડના તમામ ડિરેક્ટર સહિત બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો પોસ્ટકાર્ડ પાઠવશે. જેમાં ખાસ કરીને ગ્રામીણ ભારતને ડિજિટલ બનાવવાના વડાપ્રધાનના વિઝનની સરાહના કરવામાં આવી છે.
કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોઓપરેશન એમોન્ગસ્ટ કોઓપરેટિવ્સ એટલે સહકારી મંડળીઓ વચ્ચે સહકારના કન્સેપ્ટથી હવે નાની મંડળીઓ મોટી મંડળીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેના કારણે સહકારી મંડળીઓ વચ્ચે સહકાર વધ્યો છે. મલ્ટીસ્ટેટ સહકારી મંડળીઓ જેવી કે NCEL, NCOL અને BBSLના સભાસદ બનવાથી ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરે વેપાર અને સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર-સીએસસી દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોના સમય અને પૈસા બંનેની બચત થઈ રહી છે. ઝીરો ટકા વ્યાજ, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના, ખેડૂતોને MSPનો લાભ, સ્વદેશી – વોકલ ફોર લોકલ તેમજ મહિલાઓને સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની તકો પૂરી પાડવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાય સંવર્ધન માટે પેક્સ દ્વારા મળતી લોન સહાયથી વધુ સારી ગાયો રાખીને દૂધ ઉત્પાદન વધવાથી પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના સાથે પ્રેરક પ્રયાસની ખેડૂતો અને સહકારી મંડળીઓને સમૃદ્ધ બનાવવાના વડાપ્રધાનના વિઝનની સરાહના કરવામાં આવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel