નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમ ૪(સી), ૫(૩) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૫૪ મુજબનો ગુનો બનતો હોવાનું જણાતા તે કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે.
આ ગુનાના કામે હકિકત એવી છે કે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ દ્રારા તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ બપોરના આશરે એકાદ વાગ્યાના સુમારે ફરીયાદી આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઇ પટેલ, રહે. ૩, ખુશ્બુ ટાઉનશીપ, પવન ચક્કી રોડ, નડિયાદ તા.નડિયાદ જી.ખેડા મો.નં. ૯૪૨૬૭ ૪૬૭૭૭ તથા તેમના સાહેદોને તમે લોકો પણ ઇસુના માર્ગે આવી જાવ અને પ્રભુ ઇસુની પ્રાર્થના કરો તો ચમત્કારથી તમારૂ જીવન પણ સુધરી જશે. તમારી પર પ્રભુ ઇસુની કૃપા થશે અને તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે તેવી લાલચ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો કરતા તે અંગે ફરીયાદીની ફરીયાદ આધારે ગુન્હો નોંધાયેલ.
ગુન્હાની તપાસના કામે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાહેદોના નિવેદનો મેળવવામાં આવેલ છે. આરોપી જે સંસ્થા/ટ્રસ્ટના પ્રમુખ તરીકે છે તે રિસ્ટરોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટની પણ સંડોવણી જણાઇ આવેલ છે. આરોપીઓ દ્રારા ધાર્મિક વિધી કરી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને પણ ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવતા હોવાની અને તે બાબતે કોઇ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવતી ન હોવાની વિગતો તપાસ દરમ્યાન જણાયેલ. ગુનાના કામે આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ તેમજ અન્ય જરૂરી મુદ્દામાલ કબજે લેવામાં આવેલ અને તે એફ.એસ.એલ. ખાતે પરીક્ષણ સારૂં મોકલી આપવામાં આવેલ.
પોલીસ કાર્યવાહીમા બનાવ સ્થળે જીલ્લા અને રાજ્ય બહારના કુલ ૫૯ ઇસમો હાજર મળી આવેલ હતા. બનાવ સ્થળ બાઇબલ કોલેજમાં હાલ સુધી કુલ ૭ બેચો ચલાવવામાં આવેલાની હકિકત જણાયેલ છે. તે બેચોમાં કયા કયા વ્યક્તિઓએ ભાગ લીધેલ તેમજ તેઓ ક્યાંના, કઇ કોમ્યુનીટીના હતા તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આરોપીને નાણાકિય સહાય કરનાર જુદા જુદા ઇસમો પૈકી કેટલાક વિદેશી નાગરીકો પણ છે. જે વિદેશી નાગરીકો દ્રારા આપવામાં આવેલ નાણાકિય સહાય કે ફંડ તેમજ ગુના સંદર્ભે કોઇ વિદેશી સંસ્થા કે સંગઠન સંકળાયેલ છે કે કેમ તેમજ આ પ્રવૃતિ કોઇ અપરાધીક ષડયંત્રના ભાગરૂપે તો થતી હતી કે કેમ તેની પણ તપાસ ચાલુ છે. આરોપી કે આરોપીના મળતિયા દ્રારા ગુનાને લગતા પુરાવાનો નાશ કરવા અંગેનો પ્રયત્ન કરાયેલ છે તેમાં આરોપીને મદદ કરનાર અન્ય કોણ કોણ સામેલ છે તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરાયેલ છે.
આ કામના આરોપી સ્ટીવન મેકવાનના અંગત એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવવામાં આવેલ છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂપિયા ૧,૩૩,૯૯,૨૭૮/- (એક કરોડ ત્રેત્રીસ લાખ નવ્વાણું હજાર બસો ઇઠ્યોતેર)નું ટ્રાન્જેક્શન થયેલ છે. જે અંગે પણ તપાસ હાથ ધરાયેલ છે.
આ ગુન્હાના કામે આરોપી સ્ટીવન ભાનુભાઇ મેકવાન ઉ.વ. ૪૦ રહે. મકાન નં.૧, એકતા પાર્ક સોસાયટી, પવનચક્કી રોડ, નડિયાદનાઓને તા.૨૮/૦૯/૨૦૨૫ના કલાક ૧૮/૪૫ વાગે ગુનાના કામે અટક કરી મુદ્દત અંદર નામ.કોર્ટમાં રજુ કરવામાં આવેલ. જે આરોપીના નામ.કોર્ટ દ્રારા તા.૦૫/૧૦/૨૦૨૫ના કલાક ૧૨/૦૦ સુધીના દિન/૭ના પોલીસ રીમાન્ડ આપવામાં આવેલ છે હાલ આરોપી પોલીસ રીમાન્ડ ઉપર છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel