ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. મધર કેર સ્કૂલ ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું અને વિજેતા બન્યું. મધર કેર સ્કૂલ ટીમ તરફથી દ્વિજ પટેલે ૭ વિકેટ, આદિત્ય પટેલે ૬ વિકેટ, જય કંસારાએ અણનમ ૧૦૧ રન તથા ટીમના દરેક ખેલાડીના પ્રદર્શનથી ટીમને ભવ્ય વિજય મળ્યો.
આ સાથે ટુર્નામેન્ટ વિજેતા ટીમને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ દ્વારા સન્માનિત કરી ટ્રોફી એનાયત કરવામાં આવી. આ ભવ્ય સફળતા બદલ મધર કેર સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ પાઠક તથા બીજલબેન પાઠક તેમજ શાળા પરિવાર તરફથી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.