ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતંગત કુલ-૩૪ જીલ્લા મુખ્ય મથકો, ૦૬ પ્રસીધ્ધ યાત્રાધામો અને Statue of Unity કેવડીયા મળી કુલ-૪૧ શહેરો ખાતે CCTV Camera આધારિત Surveillance & Integrated Traffic Management Systemની સ્થાપના કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૨૦૦ થી વધુ જંક્શન પર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને જીલ્લાના મુખ્ય મથક ખાતે CCTV Camera ઓનું સઘન મોનીટરીંગ કરવા સારૂ અત્યાધુનિક સાધનોથી સજ્જ “નેત્રમ” (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) સ્થાપિત કરવામાં આવેલ છે. જે અન્વયે ખેડા જીલ્લાના નડીયાદ શહેર ખાતે કુલ-૪૧ જંક્શનો ઉપર ૨૦૦ આધુનીક સી.સી.ટી.વી કેમેરા તથા ડાકોર ખાતે કુલ-૨૭ જંક્શનો ઉપર ૧૨૪ આધુનિક સી.સી.ટી.વી કેમેરાઓ મળી કુલ-૩૨૪ આધુનિક સી.સી.ટી.વી કેમેરા તથા અત્યાધુનિક સાધનોથી સજ્જ “નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ જીલ્લામાં બનતા ગુનોઓ અટકવવાનો તથા શોધવાનો તથા ટ્રાફીક નિયમન અમલીકરણ કરવાનો છે, જે અન્વયે ‘નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની ટીમ દ્વારા CCTV Camera ની મદદથી ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે હીટ એન્ડ રન, ચોરી, લુંટ, અપહરણ તથા મીસીંગ પર્સન વિગેરે જેવા ગુનાઓ શોધવામાં સુંદર પ્રોજેક્ટ થકી સફળતા પ્રાપ્ત થયેલ છે.
તદ્દઉપરાંત, ભારત સરકાર, MORTH દ્વારા NIC નાં સહયોગથી ટ્રાફીક નિયમનના અમલીકરણ અન્વયે One Nation One Challan (ONOC) એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ, જે એપ્લીકેશન જીલ્લાઓ ખાતે તા.૧૩/૦૬/૨૦૨૩ થી કાર્યરત કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનના માધ્યમથી જીલ્લામાં ટ્રાફીક નિયમન ભંગના કેસો જેવા કે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ, દ્રિચક્રી વાહન ઉપર બે વ્યક્તિ કરતા વધુ મુસાફરી કરવી, સરકાર માન્ય HSRP નંબર પ્લેટ ન લગાવવી, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો તેમજ ડ્રાઇવર સીટ ઉપર પેસેન્જર બેસાડેલ હોય તેમજ હાઇવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવવા વિગેરે જેવા ટ્રાફીક નિયમન ભેગ બદલ અત્રેથી ઈ-ચલણ ઇશ્યુ કરવામાં આવી રહેલ છે. આ ઇ-ચલણ ઇશ્યુ થયા તારીખથી દિન-૯૦ ની અંદર ભરપાઈ કરવાના હોય છે. જે ઇ-ચલણ ઓનલાઇન ભરપાઈ માટે http://echallan. parivahan.gov.in લીંક ઉપર તથા ઓફલાઇન ભરપાઇ કરવા માટે અત્રેના જીલ્લાના “નેત્રમ” (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર), નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન કંપાઉન્ડ, નડીઆદ ખાતે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
આ ઉપરાંત One Nation One Challan (ONOC) અન્વયે ગુજરાત રાજ્યનાં શહેર / જીલ્લાનો અમુક વિસ્તારોમાં CCTV કેમેરા ન હોવાથી ટ્રાફીક નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કે ઇ-ચલણ જનરેટની કાર્યવાહી થઇ શકે તે માટે તેવા વિસ્તારોમાં VoC (Violation Over Camera) એપ્લીકેશન ના માધ્યમથી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તેઓના મોબાઇલ ફોન મારફતે ઇ-મેમો જનરેટ કરવાની કાર્યવાહી રાજ્યમાં તા.૧૬/૧૧/૨૦૨૪ થી કરવામાં આવી રહેલ છે. જે અન્વયે ખેડા જીલ્લામાં પણ VoC(Violation Over Camera) એપ્લીકેશન દ્વારા ઇ-મેમો જનરેટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોય ખેડા જીલ્લાના તમામ નાગરીકોને ઇ-ચલણની કાર્યવાહીથી બચવા ટ્રાફીક નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા આથી અપીલ કરવામાં આવે.