નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
આ તબક્કે સૌપ્રથમ ચાર બસો શરૂ કરવામાં આવનાર છે. જે નડિયાદ સહિત તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં ફરશે અને નડિયાદ શહેર તેમજ નડિયાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ મળી રહેશે.
પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત એવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત નડિયાદ નગરપાલિકાની સિટી બસ સેવાનો શુભારંભ કરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને પ્રજાજનોને આ સિટી બસ સેવા ટુંક સમયમાં ઉપલબ્ધ થશે. આ સેવા નડિયાદ નગરપાલિકા વિસ્તાર અને આસ પાસના 10 કિલોમીટર રેડિયશ વિસ્તારના રહીશોને આ સિટી બસ સેવાનો લાભ પ્રાપ્ત થશે. જેથી નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો આ સેવાનો લાભ લઈ ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે.
આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર સંગઠન પ્રમુખ, સિટી બસ કમિટી ચેરમેન, ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)