મહેમદાવાદ શહેરના વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી દાદાના મંદિરના પંચાવન વર્ષના એક પુજારીની ઘાતકી હત્યા કરાઇ છે. રાત્રિ દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ પુજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેમનું ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હત્યા અંગેનું રહસ્ય તથા હત્યાનું કારણ હજુ પોલીસને જાણવા મળ્યું નથી.
મહેમદાવાદના ઉત્તરે વાત્રકનદી આવેલી છે. આ નદીના કિનારે સૌથી પ્રાચિન ગંગનાથ મહાદેવનું મંદિર તેની બાજુમાં ભૂતનાથ મહાદેવનું નવનિર્મિત મંદિર પણ આવેલું છે. તેની નજીકમાં એક હનુમાનજીનું મંદિર સ્થાપિત કરીને રામભક્ત હનુમાનદાદાની સેવા પૂજા પંચાવન વર્ષના એક કાળુભાઇ ફુલાભાઇ ભોઇ ઘણા વર્ષથી કરતા હતા. આ બધા નદી કિનારાના મંદિરોમાં દિવસ દરમ્યાન અનેક શ્રધ્ધાળુ ભક્તોની આવન-જાવન રહેતી હોય છે. ગતરાત્રે કાળુભાઇ ભોઇ સેવા પૂજા કરીને પરવારીને સુઇ ગયા હશે ત્યારે અજાણ્યા હત્યારાઓ ત્રાટક્યાહશે અને સુતેલાજ કાળુભાઇ ભોઇને મોં અને માથાના ભાગે બોથડ હથોળી કે અન્ય પદાર્થથી મારમારીને તેઓની નિર્દયરીતે કરપીણ હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતાં આ ઘટના સ્થળે સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત એસ.પી. રાજેશકુમાર ગઢિયા, કપડવંજના ડી.વાય.એસ.પી. સહિત સમગ્ર જિલ્લાની પોલીસ કુમુકોનો કાફલો દોડી આવ્યો હતો.
આ સ્થળની એફ.એસ.એલ. અને એલ.સી.બી. પોલીસ ટીમે પણ મુલાકાત લઇને હત્યાનો ઘટસ્ફોટ કરવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. પરંતુ હત્યામાં પોલીસને પુજારીની ખુલ્લી તીજોરીથી લુંટ-ચોરીનો અંજામ અપાયો હોવાનું પ્રાથમિક તારણ હોઇ શકે ! પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા પણ તીજોરી ખુલ્લી મુકીને હત્યારાઓ રહસ્યને ઘેરુ બનાવી ગયા છે છતા ટુંક સમયમાંજ હત્યાનું રહસ્ય ઉકેલી નાખવાની આશા પોલીસે વ્યક્ત કરી છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)