નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મળતી વિગતો અનુસાર શહેરના કપુરપુરા વિસ્તારમાં રહેતો હિતેષભાઈ ભરતભાઈ વાઘેલા (દેવીપુજક) રવિવારે મધ્યરાત્રીના સુમારે સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે બેઠો હતો, દરમ્યાન હરીશ ઉર્ફે યોગો હિંમતભાઈ કાંગસીયા અને કરણ ડાહ્યાભાઈ મારવાડી આવી પહોંચ્યા હતા અને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. ગાળો બોલવાની ના પાડતા જ બન્ને શખ્યો ઉશ્કેરાઈ સાથે ઝઘડો કર્યો હતો. પોતાની પાસેનો છરો કાઢીને ઘા મારતાં હિતેષે જમણો હાથ આગળ કરતા અંગુઠા ઉપર છરો વાગ્યો હતો. ત્યારબાદ બીજો ઘા ડાબા હાથે બગલમાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ભાગવા જતા થોડે દુર જઈને જ ફસડાઈ પડયો હતો.
ઘટનાની જાણ નડીઆદ શહેર પોલીસને થતા જ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને મરણ જનાર હિતેષના ભાઈ જીગ્નેશભાઈની ફરિયાદ લઈને લઈને ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.