શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ, સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી પંકજભાઇ ઓ.શાહ જયારે અતિથિવિશેષપદે દિનેશભાઇ પરસોતમભાઇ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાનપદેથી પંકજભાઇ ઓ.શાહે ટ્રસ્ટની આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે સમાજના જરૂરતમંદોને આપવામાં આવતી વિવિધ સહાયની વિગતો આપી સમાજના જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા જણાવ્યું હતું. જયારે અતિથિ વિશેષપદેથી દિનેશભાઇ પી. શાહએ સમાજમાં હાલ જે નકારાત્મકતાનું વાતાવરણ છે.તેમાંથી બહાર આવી હકારાત્મક જીવન જીવવા આહવાન કર્યું હતું.
મંડળના આ વાર્ષિકોત્સવ પ્રસંગે મંડળના જે સભ્યોના ૮૦ વર્ષ થયા હતા તેવા સભ્યોનું વડીલ વય વંદના, ૭૫ વર્ષ પૂર્ણ થયા હોય તેવા સભ્યોનું અમૃત વંદના અને જેઓના લગ્નજીવનના ૫૦ વર્ષ, એટલે કે લગ્નજીવનનો સુવર્ણયુગ પુર્ણ કર્યો હતો તેવા દંપતિઓનું શાલ, મોમેન્ટો અને સાકર આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. આ સામાન્ય સભા દરમિયાન આગામી બે વર્ષ ૨૦૨૫-૨૭ માટે નવી કારોબારીની રચનાની ચૂંટણી અધિકારી મહેન્દ્રભાઇ સી. શાહે જાહેરાત કરી હતી. જેમાં સતત બીજા વર્ષે પ્રમુખપદે ગોવિંદભાઇ શાહ, મંત્રીપદે સંજયભાઇ શાહ સહિત સમગ્ર કારોબારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
જેમાં આઇ.પી.પી.પંકજભાઇ ઓ. શાહ અને અમીતભાઇ એન. શાહ, ઉપપ્રમુખ પ્રવિણભાઇ શાહ, સહમંત્રી વિરેનભાઇ શાહ, ખજાનચી જૈમીનભાઇ શાહ,સહ ખજાનચી વિજયભાઇ શાહ, જન્મદિન કન્વીનર રાજેશભાઇ શાહ, લગ્નદિન કન્વીનર દિલીપભાઇ આર. શાહ,ચૂંટણી અધિકારી અને સલાહકારપદે મહેન્દ્રભાઇ શાહની જયારે કારોબારી સભ્યો તરીકે સર્વ નરેશભાઇ શાહ, યોગેશભાઇ સી. શાહ, સુરેશભાઇ શાહ,કિરીટભાઇ શાહ, હરેશભાઇ શાહ,મયંકભાઇ શાહ, કૌશિકભાઇ શાહ અને અતુલભાઇ શાહની જયારે એમ.ઓ.સી.તરીકે વિનોદભાઇ શાહની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સહમંત્રી રાજેશભાઇ આર. શાહે આભારવિધિ કરી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઇ એમ. શાહએ કર્યું હતું.