શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં દાદાને શિવજીના વિવિધ પ્રસંગો ના શણગાર કરવામાં આવ્યા જેમાં બધા પ્રસંગો જેવા કે શિવજી ના લગ્ન, શિવજીએ વીશ પીધુ, શિવજી ગુફામાં ધ્યાન અમરનાથ દર્શન ગણેશજીનું માથું કાપ્યું જેવા વિવિધ પ્રકારના પ્રસંગો ના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે શિવજીના દરેક પ્રસંગોનો એક નાનકડુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું, જેની અંદર દરેક પ્રસંગો અને તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે આ પ્રદર્શન શ્રાવણ માસ દરમિયાન દગો જ ખુલ્લું રહેશે તો ભક્તોએ તેનો લાભ લેવો.
આ પ્રસંગે દાદા ને મલિન્દ્રો જમાડી ધન્યતા અનુભવી અને રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.