Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન/હરીફાઇ કાર્યક્રમ કરવામાં આવ્યો

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન/હરીફાઇ કાર્યક્રમ કરવામાં આવ્યો

પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૪ અનુલક્ષીને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ નડિયાદ   દ્વારા પટેલ હોલ, તા.પં.નડિયાદ ખાતે જિલ્લા કક્ષાના પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં વાનગી નિદર્શન/હરીફાઇનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આંગણવાડી કાર્યકરો દ્વારા સુપોષણ દિવસ, બાળ તુલા દિવસ તથા અન્નપ્રાશન દિવસની આંગણવાડી કક્ષાએ કરવામાં આવતી ઉજવણીનો રોલ પ્લે કરવામાં આવ્યો હતો. વાનગી હરીફાઇમાં ભાગ લિધેલ તમામ કાર્યકર બેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા હાજર રહેલ લાભાર્થીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા આરોગ્ય પોષણ વિશે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ, તાલુકા વિસ્તરણ અધિકારી નિમેષકુમાર પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારી સહિત આંગણવાડી બહેનો હાજર રહી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.