નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગ ની તાલીમ લેતા બાળકોએ આણંદ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠીત સ્કેટિંગ સ્પર્ધા “એંડ્યુરન્સ ખેડા આણંદ ચેમ્પિયનશિપ 2024-25” જે.જે.ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે ભાગ લીધો હતો, જેમાં વૃશિકા શુક્લ, દત્ત પટેલ, પ્રિન્સ પટેલ, સ્પર્શ ખલાસી, મિત્રજ ગોહેલ, શાન પટેલ, ગૌરવ પંજા એ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત 12 મેડલ જીતી અસાધારણ પ્રતિભા દર્શાવી હતી.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સર્વે બાળકોને મેડલ પહેરાવી અને સર્ટિફિકેટ વિતરણ કરી ખેલાડીઓ અને તેઓના કોચ મેહુલ સોલંકીને પણ આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન અને શુભાશિષ પાઠવ્યા હતા. થોડા સમય અગાઉ પણ દાવોલિયા પૂરા સ્કેટિંગ રીંગના બાળકોએ થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ઠ પ્રતિભા બતાવી નડિયાદનું નામ રોશન કર્યું હતું.
ધારાસભ્યએ દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે નિર્માણાધિન વોલીબોલ ગ્રાઉન્ડ અને ક્રિકેટ પીચની સ્થળ મુલાકાત લીધી હતી.