નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે શહેરના કેટલાક દુકાનદારો પોતાની દુકાનમાંથી ઉત્પન્ન થતો કચરો મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કલેક્શન વાહનોમાં નાખતા ન હોવાથી નિયમનો ભંગ કરી રહ્યા હતા.
શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર નિયમોનું ઉલ્લંઘન કરનાર આવા દુકાનદારો સામે કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂ. 25,000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકા તમામ નાગરિકોને તથા દુકાનદારોને વિનંતી કરે છે કે તેઓ પોતાનો દૈનિક કચરો મહાનગરપાલિકાના નિર્ધારિત ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપીને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel