નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા – 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત “શ્રી નારાયણદાસજી મહારાજ” ની 21 મી પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાલયના પરિસરમાં તા.03-10-25 શુક્રવારના રોજ સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરી વિદ્યાર્થી તથા તેના માતા-પિતા દ્વારા વિદ્યાર્થીના દાદા – દાદીનું પૂજન કરાવી ઘરમાં વડીલોનું મહત્ત્વ સમજાવ્યું હતું. નગર નડિયાદના ઉદ્યોગપતિ તથા શ્રી સંતરામ મહારાજના કૃપાપાત્ર એવા શેઠ દેવાંગભાઈ પટેલ ઇપ્કો પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે સૌને સંતરામ મહારાજની અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel