નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા જે દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે અને તેમને સર્વાંગી વિકાસના ભાગરૂપે હાલમાં જ્યારે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ 5,000 કરતા પણ વધારે રાખડી બનાવી જેને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બાંધી તેમની આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ખેડા નડિયાદ ડો દિવ્યા રવીયા જાડેજા ને દિવ્યાંગ બાળાઓએ કંકુ તિલક કરી વિધિસર રાખડી બાંધી તેમના માટે વિશેષ પ્રાર્થના કરી હતી તથા રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.
તેઓ તેઓએ મૈત્રી સંસ્થાની સેવા પ્રવૃત્તિઓ ને બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)