પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન ઈ. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.દેસાઇ નાઓએ પણ હાલમાં ચાલતા ગણપતિ મહોત્સવ તથા મિલકત સબંધી જરૂરી સુચનાઓ તાબાના માણસોને આપેલ, જે ઉપરોકત સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઇ તથા સ્ટાફના માણસો ગણપતિ મહોત્સવ અને મિલ્કત સબંધ ગુના અટકાવવા સારૂ તથા મિલકત સબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન અ.હેડ.કો શ્રવણકુમાર શીયારામ નાઓને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે’એક ઇસમ કાળા કલરની ટી-શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. અને તેની પાસે ચોરીનુ બજાજ પ્લેટીના ૧૦૦ ગોલ્ડન કલરનુ મોટર સાયકલ છે. જે ચોરીનુ મોટર સાયકલ લઇને થોડીવારમાં નડીયાદ એસ.ટી. નગર તરફથી સંત અન્ના ચોકડી તરફ આવનાર છે. મોટર સાયકલનો નંબર GJ-07-EG-2263 નો છે.” જે બાતમી આધારે સદર ઇસમને પકડી બાઇક બાબતે ખાત્રી તપાસ કરતઆ આજથી ચારેક માસ પહેલા નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબથી ગુનો નોંધાયેલ હોય. જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(ઈ), ૧૦૬ મુજબ અટક કરેલ છે. આમ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના નોંધાયેલ વાહન ચોરીના અનડીટેક ગુનાને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel