ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ના ૧૦મા મંગલ પ્રવેશ પ્રસંગે અંધજન મંડળ સંચાલિત સ્નેહ સ્કૂલના દિવ્યાંગ બાળકોને ફ્લેવર મિલ્ક અને વેફર નો નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો. સંસ્થા ની મુલાકાત સમયે પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ પટેલે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે સૌ સભ્યોને માહિતગાર કર્યા.

આ પ્રસંગે બીવીપી નડિયાદના શાખા વાલી કુમુદ ગોર, ભૂ. પૂ. પ્રમુખ અમિત સોની, મંત્રી રિન્કેશ સોની, સહ મંત્રી કાંતિભાઈ શર્મા, ખજાનચી ગિરીશ ગામી, કારોબારી સભ્યોમાં દિવ્યેશ શાહ, પ્રદીપ બારોટ, સુરેશ પંચાલ, સંસ્થાના ટ્રેનર પિન્કીબેન ભટ્ટ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ..