સાયબર ક્રાઇમ ખેડા નડીઆદ પો.સ્ટ ૧૧૨૦૪૦૬૯ ૨૪૦૦૦૫/૨૦૨૪ BNS ACT. ૧૧૧, ૬૧(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬૩), ૩૩૮, ૩૪૦(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(સી) ૬૬(ડી) તા.૧૨/૦૯/૨૦૨૪ નારોજ દાખલ થયેલ. જે ગુના ફરીયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર, બ્લોક ટ્રેડીંગ તથા નવા SME-IPOની ડમી એન્ટઓ બતાવી, કરીયાદીને રૂ.પકરોડના પ્રોફિટનો ખોટા બનાવટી દસ્તાવેજની INVOICE સોફ્ટ કોપી મોકલી ફરીયાદીને વિશ્વાસમાં લઇ આજદીન સુધી ફરીયાદી પાસેથી ઓનલાઇન રૂપિયા તેમના મળતીયાના બેન્ક ખાતામાં ભરાવડાવી, ફરીયાદી સાથે કુલ= રૂ. 1,73,47,994/- સાયબર ફોડનો ગુનાની ફરીયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટશેન ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.
જે ગુના સંબધે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ આ ગુન્હાની ઉડાણપૂર્વક તપાસ કરી સંડોવાયેલ આરોપીઓ શોધી, પકડી પાડવા તેમજ ગયેલ નાણા સત્વરે શોધી માર્કલીન કરવા ખાસ સુચના આપેલ હતી.
જે સૂચનાની અમલવારીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ, નડીયાદ વિભાગ, નડીયાદનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરડા તેમજ સાયબર ક્રાઇમની ટીમે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી તપાસ શરૂ કરવામાં આવેલ હતી. જે આરોપીના મળતીયા બેન્ક axis bank Account No 923020048095233 current account જમા થયેલ જે એકાઉન્ટ હોલ્ડર ની તપાસ કરતા એકાઉન્ટ ધારક પોતાનો ગુન્હો કબુલ કરેલ છે.