ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાં આગામી ૩જી નવેમ્બરે,સોમવારે, ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકમાં ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે.આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ, નડિયાદની મુલાકાતે પણ તેઓ જવાના છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે તેઓ નિયુક્ત થયા બાદની તેમની આ પ્રથમ મુલાકાત હોઈ ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમના અભિવાદન સમારોહનું પણ તા.૩જી નવેમ્બરે, સોમવારે સવારે ૧૧.૦૦ કલાકે નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે. આ અભિવાદન સમારોહના આયોજન માટેની જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેના ભાગરૂપ આજે એક બેઠક યોગીફાર્મ, નડિયાદના કેશવકુંજ હોલમાં મળી હતી.

આ બેઠકમા પ્રદેશથી સમારોહના ઇન્ચાર્જ ધવલભાઈ દવે તેમજ પૂર્વ યુવા મોર્ચા અધ્યક્ષ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તેમજ જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયાજી ની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં જિલ્લા અધ્યક્ષ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જ્હાન્વીબેન વ્યાસ, સાથે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજના ધારાસભ્યો, અમુલ ચેરમેન વિપુલભાઈ પટેલ, kdcc ચેરમેન તેજસભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ અજયભાઇ તેમજ જિલ્લા મહામંત્રી સાથે જિલ્લા/તાલુકાના સહુ હોદેદારો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel