ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મના વિશાળ પ્રાંગણમાં અભિવાદન કરાયું હતું.
ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલ અને સમગ્ર ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા યોજાયેલા આ અભિવાદન સમારંભમાં નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો, મહંતો વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનુ ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે નિયુક્ત થયા પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમણે વીર ભાથીજી મહારાજના તીર્થધામ ફાગવેલ પહોંચી વીર ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા.જ્યાંથી તેઓ સંતરામ ભૂમિ નગર નડિયાદમાં આવ્યા હતા.જ્યાં સંતરામ મંદિરમાં સમાધિસ્થાન અને ગુરુગાદીના દર્શન કરી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજના આશીર્વાદલીધાં હતા.જ્યાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિના નિવસ્થાને પહોંચી પુષ્પાંજલિ અર્પી હતી.જ્યાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ બીપેપીએસ સ્વામિનારાયણ મંદિર,યોગીફાર્મ આવી પહોંચ્યા હતા.જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સહિત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરી સંતો પૂ.સર્વમંગલ સ્વામી સહિતના સંતોના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના હજ્જારો કાર્યકરો દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજી જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન કરાયું હતું.નડીયાદ સહિત જિલ્લાભરની ધાર્મિક સંસ્થાઓના વડા, સદગુરુ સંતો, મહંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગદીશભાઈ વિશ્વકર્માંને આશીર્વાદ પાઠવ્યા હતા. આ અભિવાદન સમારંભમાં ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષા નયનાબેન પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાભરમાંથી ભાજપના હજ્જારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મનું વિવિધ અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ફુલસ્કેપ ચોપડા આપી સન્માન અભિવાદન કર્યું હતું. પ્રદેશ ભાજપના નવનિયુક્ત અને સન્માનિત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાવનાત્મક શબ્દોમાં સન્માન…અભિવાદનનો પ્રતિભાવ આપી સહુ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.ગોપાલભાઈ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel