નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી NIAએ બેંગલુરુના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
NIA raids multiple locations across 7 states in Bengaluru's prison radicalisation case
Read @ANI Story | https://t.co/BfNSzGV5Zh#NIA #Bengaluru #prisonradicalisation pic.twitter.com/oa1Whxg8OS
— ANI Digital (@ani_digital) March 5, 2024
બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળોએ દરોડા
NIA દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન NIAની ટીમે મોટા પ્રમાણમાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.