કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લેવામાં આવેલો તાજેતરના નિર્ણયો પીએફ (PF) ખાતાધારકો માટે એક મોટી રાહતરૂપ છે. EPFO દ્વારા હવે ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે કોઈપણ પીએફ સભ્યને તાત્કાલિક નાણાકીય જરૂર પડતાં તેઓ સરળતાથી અને ઝડપથી પોતાનું પીએફનું એડવાન્સ ક્લેમ ઓનલાઇન રીતે કરે શકે છે અને તેમને મેન્યુઅલ ચકાસણી માટે EPFO ઓફિસના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. આ નવી મર્યાદા હેઠળ, સભ્યો મેડિકલ તકલીફ, ઘરના દુરસ્તી કે અન્ય વ્યક્તિગત મુશ્કેલી વખતે ₹5 લાખ સુધીની રકમ એમની પીએફ ખાતેથી ઓટો ક્લેમ તરીકે મેળવી શકે છે.
અગાઉ, માત્ર ₹1 લાખ સુધીની રકમ જ આપમેળે મંજૂર થતી હતી અને વધુ રકમ માટે EPFO કર્મચારીઓ દ્વારા મેન્યુઅલ વેરિફિકેશન બાદ મંજૂરી મળતી, જે પ્રક્રિયા લાંબી અને અવરોધજનક હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ ફેરફાર એવા સભ્યો માટે અમૂલ્ય સાબિત થશે, જેમને તાત્કાલિક નાણાંની જરૂર હોય. સરકારનું લક્ષ્ય છે કે, પીએફ ખાતાધારકોને કોઇપણ વિલંબ વગર તેમનું જ પૈસું સરળતાથી મળી રહે અને તે પણ તેમની આકસ્મિક જરૂરિયાતો દરમ્યાન.
આ નિર્ણયથી EPFOની કામગીરી વધુ કાર્યક્ષમ બનશે અને ટેકનિકલ સુધારાઓના કારણે દાવાની પ્રક્રિયા ઝડપી થશે. સાથે જ, ડિજિટલ માધ્યમથી દાવો કર્યા પછી સભ્યોએ ઘરમાં બેઠા બેઠા નિર્ધારિત સમયગાળામાં રકમ ખાતામાં જમા થાય તે શક્ય બનશે, જેને તેઓ કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ માટે ઉપયોગમાં લઇ શકે છે. આ જાહેરાત EPFOની વિસ્તૃત ડિજિટલ સેવાને વધુ મજબૂત બનાવે છે અને શ્રમજીવી વર્ગ માટે સમર્થનરૂપ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel