શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવશરે શ્રી સંતરામ સમાધી સ્થાન નડિયાદમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં તારીખ : 22/01/2024, સોમવાર પોષ સુદ 12ના રોજ પ્રભાતફેરી સમય સવારે 6:30 થી 7:30 કલાકે શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ નગર નડિયાદના જુદા જુદા વિસ્તારોમાં “શ્રી રામ જય રામ જય જય રામ” ના કીર્તન સાથે પ્રભાતફેરી ફરશે.
શ્રી રામધુન સમય : સવારે 8:30 થી 9:15 કલાકે શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ભક્તો શ્રી સંતરામ મહારાજની સમાધિ સમીપે “શ્રી રામ જય રામ જય જય રામ” ની ધૂન કરશે.
શ્રી હનુમાન ચાલીસા ના પાઠ સમય: સવારે 10:00 થી 11:15 સુધી સ્થળ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પરિસર ખાતે શ્રી સંતરામ વિદ્યાલય, શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી બ્રહ્મર્ષિ સંસ્કારધામના વિદ્યાર્થીઓ “શ્રી હનુમાન ચાલીસા”ના સતત પાઠ કરશે.
શ્રી સંત આશિર્વચન સમય : સવારે 11:15 થી 11:45 કલાકે સંત શ્રી અનુભવાનંદજી મહારાજ તેમજ સવારે 11:50 અને 12:15 કલાકે મહંતશ્રી રામદાસજી મહારાજ, આ સાથે LIVE દર્શન સમય: 12:00 થી 01:00 અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ દર્શન મોટી સ્ક્રીન પર નિહાળીશું તથા તે ગૌરવશાળી ક્ષણના આપણે સૌ સાક્ષી બનશું.
આ સાથે શ્રીરામ રાજ્યભિષેક ના પાઠ સમય : બપોરે 4:30 થી 5:30 મહંત શ્રી રામદાસજી મહારાજના સ્વમુખે શ્રીરામ રાજ્યભિષેકના પાઠ કરાવવામાં આવશે.
ભજન સંધ્યા સમય: સાંથે 5:30 થી 7:3 કલાકે શ્રી સંતરામ વિદ્યાલયના સંગીત વૃંદ દ્વારા પ્રભુ શ્રી રામના ભજનોનું રસપાન કરાવવામાં આવશે.
શ્રી સંતરામ દીપમાળા એ શ્રી સંતરામ સમાધિસ્થાનને સૌ નગરજનો દ્વારા દીવા પ્રગટાવી દેવ દિવાળીની જેમ પ્રકાશમય કરવામાં આવશે.
વધુમા શ્રદ્ધાંજલિ…… શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ શ્રી રામ જન્મભૂમિ માટે જે પણ સનાતની ભાઈ બહેનોએ તથા સંતોએ ધર્મની રક્ષા કાજે શહીદી વોહરી છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા નગર નડિયાદના સૌ ભક્તો ભેગા મળી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રનામ સ્તોત્રમના પાઠનું ગાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.