ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવાથી ભારે વરસાદ હોવા છતાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં આવે છે. મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું કે આ બિલેશ્વર મહાદેવજી ના મંદિરમાં જે સાચી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે તેમના મનોરથો પૂર્ણ થાય છે.