Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બહેનોની કુલ ૧૬ વોલીબોલ ટીમ બનાવી પરસ્પર સ્પર્ધા કરી નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખ તાવેથીયાએ નેશનલ સ્પોર્ટસ ડે ની જિલ્લાવાસીઓને શુભકામનાઓ પાઠવી તથા વરસાદની સ્થિતિને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સુચનાઓનું પાલન કરવા અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

આ સ્પર્ધામાં નેશનલ વોલીબોલ કોચ ડૉ. અજય જાંગડા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા સહિત રમત સંકુલના અંદાજે 300 લોકોએ ભાગ લીધો હતો.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.