ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં
1. પૌષ્ટિક ભોજન વિતરણ – આગામી દિવસોમાં કુપોષિત બાળકો માટે પૌષ્ટિક ભોજન (જેમ કે ખીચડી, દૂધ, ફળ, અને સૂપ)ની વ્યવસ્થા કરવામાં આવશે.
2. આરોગ્ય ચકાસણી કેમ્પ – સ્થાનિક ડોક્ટર અથવા આરોગ્ય કર્મચારીઓ સાથે જોડાઈ બાળકો માટે નિઃશુલ્ક ચકાસણી અને પૌષ્ટિક સલાહ આપવામાં આવશે.
3. આહાર અને પોષણ જાગૃતિ કાર્યક્રમ – માતા-પિતાને બાળકો માટે સંતુળિત આહારના મહત્વ અંગે માહિતી આપતી વર્કશોપ યોજવામાં આવશે
4. શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમો – બાળકો માટે રમતો, વાર્તાઓ, અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરશે જેથી તેઓમાં સકારાત્મકતા અને ઉર્જા વિકસે.
5. ખાદ્ય સામગ્રી વિતરણ – ગરીબ પરિવારોને પૌષ્ટિક અનાજ, દાળ, દૂધ પાઉડર અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવશે.
“સુપોષણ અભિયાન દ્વારા કુપોષણ નાબૂદીનો સંકલ્પ”
ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના જન્મદિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા “સુપોષણ અભિયાન” નો ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા PHC ખાતે શુભારંભ કરાવ્યું.
અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ PHC માં મેડિકલ ટિમ દ્વારા પરીક્ષણ કરીને જરૂરી દવા, પોષણ યુક્ત આહાર, બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સિલિંગ, નિયમિત સમયાંતરે પરીક્ષણ કરીને કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં આવશે.
જિલ્લામાં કુપોષિત ૫૭૫ થી વધુ બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે આ અભિયાન નિયમિત રૂપથી કાર્યરત રહેશે.
અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના કુલ 28 પી.એસ.સી. સેન્ટર માંથી 26 પી.એસ.સી. સેન્ટર પર આ કાર્યક્રમ થયો જેમાં કુલ 459 કુપોષિત બાળકોએ આ અભિયાનનો લાભ લીધો.
આવો આપણે સૌ કુપોષણ સામેની લડાઈ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સુપોષિત સમાજનું નિર્માણ કરીએ.