ખેડા જિલ્લામા વડતાલ ના હેંકો વિપુલકુમાર અને સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ગામના સંજાયા રોડ ઉપર આવેલા ધોરીયા કુવા પાસે ગયા ત્યારે સુશીલાબેન રમેશભાઈ પરમાર નામની મહિલા એક ગેલન લઈને આવી રહી હતી.
પોલીસે તેમને ઊભા રાખી તલાસી લીધી ત્યારે ગેલનમાંથી પાંચ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. કઠલાલ તાલુકાના કાકરખાડ ગામે ગઈકાલે પોલીસના મોટા કાફલાએ છાપો માર્યો હતો ત્યારે ચરેડ ગામના સ્મશાન પાસેના ગોચર માંથી પોલીસને ધુન્ગામાં છુપાવી રાખેલ બિન વારસી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે લીધો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)