ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુદ્દામાલ સાથે વડતાલ પોલીસે ધરપકડક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડતાલ પોલીસના અધિકારી આર.કે.પરમાર પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને મળેલ બાતમી જેવી કે વલેટવા ચોકડીથી શ્રીજીતરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉનમાં ગેરકાયદે યુરીયા ખાતર ભરેલું છે. જે ખાતરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લઇ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવામાં આવી રહ્યું છે. તે સંકલ્પ ગોડાઉન ઉપર પોલીસે દરોડો પાડીને ૧૧૬ સીલબંધ તથા ૧૨૧ થેલી ખુલ્લા મોઢાની, સફેદ કલરની જેમાં અંગ્રેજીમાં ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી, મોન્ટ ઓફ ઇમ્પોર્ટ મે-જૂન-જુલાઇ ૨૦૨૩ પરપઝ યુઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલું હતું. ૧૩ થેલી સીલબંધ તથા એક અડધી ખુલ્લા મોઢાની પીળા કલરની જેની ઉપર પણ અંગ્રેજીમાં ક્રુભકો લખેલુ હતું. તેમજ ૧૯ નંગ પ્લાસ્ટીકની થેલીઓ સીલબંધ અને એક ખુલ્લી સફેદ મોઢાની થેલી તથા પ્લાસ્ટીકની તથા પીળા કલરની થેલી જેમાં બેસ્ટ પ્રીમીયમ રાઇઝ લખેલું હતું તે તમામ થેલીઓ મળી, યુરીયા ખાતરની ખાલી થેલી ૧૧૫૦ તથા ભરેલ યુરીયા ખાતરની થેલીઓ નંગ ૨૭૧ મળી કુલ રૂ. ૬૬,૬૩૩ના મુદ્દામાલ સાથે આણંદના સલાટીયા રોડ પરિવાર પ્લોટ પાસે આવેલ જૈનબ ટાઉનશીપમાં રહેતા સલમાન સલીમ યુસુફભાઇ મનસુરી (વહોરા અડસઢ સમાજ) ની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી કરી છે.