તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર, મહેમદાવાદ તાલુકો, ઝાંબાની મુવાડી ગામ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ તા. ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ નાબાર્ડ ના ઉપક્રમે મહેમદાવાદ તાલુકાના ઝાબાંની મુવાડી ગામમાં નાબાર્ડના સહયોગથી નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ) નું આયોજન બેન્ક દ્વારા કરેલ, જેમાં ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ – FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ, ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી, બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી,સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર),સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.
જેમા મહેમદાવાદ એ પી એમ સી ના ચેરમેન અને કે ડી સી સી બેંકના માજી ડિરેક્ટર રમણભાઈ ચૌહાણ, કૂણાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પ્રવીણભાઈ સોલંકી, ઝાબાંની મુવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ચંદુભાઈ વાઘેલા, કે ડી સી સી બેંકના એ જી એમ તથા ગામ અને અન્ય સહકારી સંસ્થા ના આગેવાન તથા બેન્કના અઘિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહેલ હતા.