મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ ‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું.
ઓશો સ્થાન જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ દરમિયાન ઓશો જન્મજયંતિ સાથે મોરારિબાપુએ ઓશો અનુયાયીઓને ‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી કુછવાડા ગામ માટે પણ સહયોગ આપવા ભાર પૂર્વક જણાવ્યું. મોરારિબાપુએ આ સ્થાનની દર્શન મુલાકાત લઈ અહીંની સ્થિતિ સંદર્ભે આ અનુરોધ વ્યક્ત કરેલ.
ક્થાગાન સાથે જ વ્યાસપીઠ પરથી મોરારિબાપુ તરફથી તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું. આ સાથે જ ઓશો અનુયાયીઓ અને રામકથા પ્રેમી દાતાઓ તરફથી આ સ્થાન ગામ માટે દાન સહયોગ શરૂ થયેલ છે. અહીંયા જરૂરિયાતમંદોને શૌચાલય, સૂર્યઉર્જા સાથેનાં આવાસ અને ગ્રામવિકાસ માટે કામગીરી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુ કથા કે અન્ય ઉપક્રમોમાં સામાજિક જાગૃતિ સાથે જે તે કાર્યમાં તુલસીપત્ર રૂપે પ્રથમ સહયોગી બનતા રહે છે. આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ કે સનાતન ધર્મસ્થાન સંવર્ધનમાં ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સહયોગ પ્રાપ્ત થાય જ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel