બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સુપુર્દ-એ-ખાક (અંતિમ સંસ્કાર) કરાયા છે. તેમના અંતિમ સંસ્કાર ઢાકામાં થયા હતા. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. વિદેશમંત્રી એસ. જયશંકરે ખાલિદા ઝિયાના પુત્ર અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન સાથે મુલાકાત કરી. તેમણે શોક વ્યક્ત કર્યો અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર સોંપ્યો.
આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી જયશંકરે ત્યાં હાજર એક વરિષ્ઠ પાકિસ્તાની રાજકારણી સાથે પણ મુલાકાત કરી હતી. આની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. જયશંકર કયા પાકિસ્તાની રાજકારણીને મળ્યા?
Sardar Ayaz Sadiq, Speaker of the National Assembly of Pakistan, exchanges greetings with Indian External Affairs Minister S. Jaishankar in Dhaka on Wednesday ahead of the funeral programme of former Bangladesh Prime Minister Khaleda Zia. pic.twitter.com/1eLz0i8nAi
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) December 31, 2025
વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની રાજકારણી સરદાર અયાઝ સાદિક સાથે હાથ મિલાવ્યા, જે પાકિસ્તાન એસેમ્બલીના નેશનલ એમ્બેસી સ્પીકર છે. આ બંને નેતાઓ વચ્ચે બિનસત્તાવાર મુલાકાત હતી. તેમના પરસ્પર સંબંધો અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ ફોટોગ્રાફ્સ બંને દેશના વિદેશ મંત્રાલયો દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.
વિદેશ મંત્રી જયશંકર જે પાકિસ્તાની રાજકારણીને મળ્યા હતા તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નજીકના માનવામાં આવે છે. અયાઝે બાલાકોટ હુમલા અંગે તત્કાલીન પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદની પણ મજાક ઉડાવી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે મહમૂદે કહ્યું હતું કે જો ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત નહીં કરવામાં આવે તો ભારત હુમલો કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel