રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મંદિરો થી માંડી સોસાયટીઓ અને ફળિયાઓમાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.
અનેક ઠેકાણે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં વરેલી ગામથી કડોદરાના અકળામુખી હનુમાન મંદિર સુધી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પલસાણા માં પણ નવદુર્ગા સમિતિ ના નેજા હેઠળ યોજાયેલી શોભાયાત્રા માં સેંકડો પરપ્રાંત ના લોકો હાજર રહિયા હતા સમિતિના અજય યાદવ પપ્પુ સોનકર ગોવર્ધનસિંહ રાજપૂત ગામના સરપંચ પ્રવીણભાઈ આહીર હાજર રહી શોભાયાત્રા ને વધાવી હતી પલસાણા તાલુકાના ગામે ગામ મંદિરોમાં હવન યજ્ઞ કરવામાં આવ્યા હતા તેમ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરો તેમજ ઘરોને રોશનીથી શણગારી દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો, મુર્તિ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પલસાણા, કડોદરા સહિતના ગામોમાં લોકો રામમય બની આજના દિવસને યાદગાર બનાવ્યો હતો.22 મી ની શોભા યાત્રા માટે કડોદરા કચ્છી સમાજ ધ્વરા ભારે જહેમત ઉઠાવી હતીs કડોદરા ભાજપ સંગઠન ના પ્રમુખ મોહનભાઇ પટેલ તેમજ નગરપ્રમુખ નારાયણીદેવી તેમજ નગરસભ્યો પણ રેલી માં જોડાયા હતા.