સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન આવેલું છે. દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે.
ગોહિલવાડનાં તીર્થ સ્થાનમાં સિહોર દર્શનીય રહેલું છે. સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન પંચમુખા મહાદેવ સ્થાન આવેલું છે.
શિવજીનાં પૂજન માટે આપણે શિવલિંગ સ્થાપના કરીએ છીએ. સિહોરમાં આ દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે. આ લિંગ ઉપર પાંચ મુખ રચના રહેલ છે, જે દર્શનાર્થીઓને સ્પષ્ટ રીતે નિહાળવા મળે છે અને સૌ ધન્યતા અનુભવે છે.
શિવજીનાં સ્થાન સાથે બીજા દેવ દેવીઓના પણ સ્થાન રહેલાં છે, જેનાં દર્શન વંદનામાં ભક્તો લાભ લેતાં રહે છે.