જિલ્લા તંત્રના પોલીસ-આરોગ્ય વિભાગ, DGVCL, SSNL સહિત વિવિધ વિભાગના ફરજો બજાવતા અધિકારીઓ-કર્મચારીશ્રીઓ
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન તા. ૮ મી એપ્રિલથી પ્રારંભાયેલી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. નર્મદા નદીની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એક આધ્યાત્મિક પરિક્રમા છે. આ પરિક્રમા ૮ મી એપ્રિલ થી શરૂ થઈ ૦૮ મી મે સુધી ચાલશે. આ પરિક્રમાનો હજારો યાત્રીકોએ લાભ લીધો છે. તેમા ખાસ કરીને પરિક્રમા પૂર્ણ કરીને રામપુરા ઘાટ ખાતે સ્નાન કરવા માટે નદીમાં પમ્પીંગ કરીને પાણીના ફૂવારા સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જેમા નાના ભુલકાઓ અને લોકો ઉનાળાની ગરમીમા સ્નાન કરીને ઠંડકનો અહેસાસ કરીને ધન્યતા અનુભવી ગુણગાન કરી રહ્યા છે.
તા.૮ મી એપ્રિલ, ૨૦૨૪ ચૈત્ર સુદ પડવાથી ચાલુ થયેલી આ પરિક્રમામાં આજદિન સુધી મોટી સંખ્યામા ભાવિક શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી છે. ત્યારે રોજ-બરોજના દિવસોમા મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ યાત્રાળુઓને માટે વહિવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેનો યાત્રાકો લાભ લઈ રહ્યા છે. ખુરશી, પંખા, લાઇટ આરામ કરવાવાની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વહિવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સારી સુવિધાઓ થકી લોકો શ્રધ્ધાપૂર્વક પરિક્રમા કરી રહ્યાં છે. પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ૨૪X૭ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત છે. અને નર્મદા પરિક્રમાને ચારે ઘાટ પર નોડલ અધિકારી-કર્મચારીઓને ડયુટી સોપવામા આવી છે. અને તેઓ પરિક્રમામા આવતા લોકોને ગાઈડ કરી રહ્યા છે. જેના થકી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાંતિ-સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે. એટલુ જ નહી વહીવટના આઇ.એ.એસ સનદી અધિકારીઓએ પણ પરિક્રમા પૂર્ણ કરીને વ્યવસ્થા વચ્ચે ધન્યતા અનુભવી છે.
જિલ્લા તંત્રના વિવિધ વિભાગો જિલ્લા પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, DGVCL, SSNL સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દિન-રાત તેમની ફરજો બજાવી રહ્યાં છે અને પરિક્રમાર્થીઓ માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.