મુસાફરોને રાહ ન જોવી પડે તે માટે બસોની લાઇન લાગી
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે હોળીના આગલા રવિવારના રોજ યોજાતા ગોળીગઢ યાત્રાનું આગવું મહત્વ છે. રોજ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા મેળામાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈને નવસારી ડેપોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
નવસારીથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાંસકુઈ જતા હોય છે. જેને લઈને નવસારી ડેપો ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ શ્રદ્ધાળુને બસ માટે રાહ જોવી ન પડે તે માટે બસોની લાઇન લગાવી દેવામાં આવી હતી. આ સાથે જ વધુ મુસાફર ન બેસાડી સીટથી સીટ વ્યક્તિઓને જ બેસાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી અત્યાર સુધી કુલ 72 જવાની અને આવવાની 72 પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 7776 મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા છે. આજના દિવસ દરમિયાન આ આંક 300થી વધુ ટ્રીપનો થવાની આશંકા છે.