આશરે 80 થી 100 લોકો ગામથી સંપર્ક વિહોણા…
છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે કુંભિયા ગામનું પટેલ ફળિયું ગામથી સંપર્ક વિહોણું બન્યું છે.
છેલ્લા કેટલાય સમયથી ગરનાળાની સમસ્યા હોય સરપંચ, તાલુકા પંચાયતના અધિકારીથી લઈને ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી…
ઇમરજન્સી હોય તો પણ પટેલ ફળિયામાંથી ગામમાં જઈ શકાતું નથી…
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તથા નોકરીએ જતા લોકોને હલાકીનો સામનો ભોગવવો પડે છે…