વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાતે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું. તેઓ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન COP-28માં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા.
Landed in Dubai to take part in the COP-28 Summit. Looking forward to the proceedings of the Summit, which are aimed at creating a better planet. pic.twitter.com/jnHVDwtSeZ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
અરિંદમ બાગચીએ આપી માહિતી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે COP-28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી યુએઈ પહોંચ્યા હતા. તેઓ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે અને ક્લાઈમેટ ચેન્જને આગળ વધારવાના ઉદ્દેશ્યથી વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે.
Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે COP-28 સંમેલનમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો છું. હવે શિખર સંમેલનની રાહ જોઈ રહ્યો છું. કાર્યવાહીનો ઉદ્દેશ્ય એક શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનો છે. આપણા સભ્યાગત લોકાચારને ધ્યાનમાં રાખી ભારતે હંમેશા સામાજિક અને આર્થિક વિકાસની સાથે ક્લાઈમેટ ચેન્જ સામે કાર્યવાહી પર ભાર મૂક્યો છે. જી-20 સમિટમાં પણ ક્લાઈમેટ જ પ્રાથમિકતામાં ટોચનો મુદ્દો હતો.