મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું કે આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી.
Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…
— Narendra Modi (@narendramodi) September 30, 2024
PMએ X પર લખ્યું, ‘વડાપ્રધાન નેતન્યાહૂ સાથે પશ્ચિમ એશિયામાં હાલની સ્થિતિ વિશે વાત કરી. આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. પ્રાદેશિક તણાવને સમાવવો અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.