click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા
Gujarat

PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા

તરભ વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા CM યોગી આદિત્યનાથ અને ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે હાજર

Last updated: 2024/02/22 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

મહેસાણાના તરભ વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અહીં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ તરફ અહીં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના હોઇ હાલ પોલીસ બંદોબસ્ત પણ કડક કરવામાં આવ્યો છે.

Contents
ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર400 કિલોથી વધુનું ઝુમ્મરતમામ તૈયારીઓ પૂર્ણજાણો કેવું છે તરભ શિવધામ વાળીનાથ મંદિર ?જાણો PM મોદીનો આજનો શું છે કાર્યક્રમ ?

ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર

ગુજરાતમાં સોમનાથ મહાદેવ બાદ આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે. લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

400 કિલોથી વધુનું ઝુમ્મર

શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું છે. આ ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તો મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.

તમામ તૈયારીઓ પૂર્ણ

તરભ શિવધામ વાળીનાથ મંદિરમાં આજે અનેક દિગ્ગજોના આગમનને વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે. આજના કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાણો કેવું છે તરભ શિવધામ વાળીનાથ મંદિર ?

આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

જાણો PM મોદીનો આજનો શું છે કાર્યક્રમ ?

  • અમદાવાદમાં GCMMFના સુવર્ણ જયંતિ ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10:45 વાગ્યે સુવર્ણ જયંતિ ઉત્સવ કાર્યક્રમ
  • બપોરે 12:45 મિનિટે તરભ જશે PM મોદી
  • તરભ ખાતે વાળીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ
  • બપોરે 4:15 નવસારી પહોંચશે PM મોદી
  • 44 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ
  • સાંજે 6:15એ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત અને 22 હજાર 517 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Mahadev, Mehsana, pm modi, Shivdham Valinath Temple, Sompura, Valinath Dham

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 22, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રંઘોળાના કથાકાર વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે અપાયું ઉદ્બોધન
Next Article ભારત-યુરોપ કોરિડોર માટે ફ્રાન્સે દૂત નિયુક્ત કર્યા, બે મહિનાની અંદર પ્રથમ બેઠક યોજાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?