રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર શહેરમાં કોમ્બિંગ નાઈટ યોજાયેલ, જેમાં મોડી રાત સુધી ફરતા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ યોજાયેલ હતો. આ કોમ્બિગમા નડિયાદ શહેરના ટાઉન સહિત તમામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ., ડી-સ્ટાફ અને પોલીસ કોન્સ્ટેબલો આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. આ સાથે શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા આ વિશેષ ડ્રાઇવ યોજાશે જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મવાળી ફોરવ્હીલર અને રાત્રે ફરતા આવારા તત્વો સામે કડક પગલાં લેવાશે તેમ નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડે જણાવ્યું હતું.