રતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની ગઈ છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર પ્રગનાનંદ સાથે મળીને વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની ગઈ છે. વૈશાલીએ આ સુદ્ધિ શુક્રવારે 2500 ELO રેટિંગ પોઈન્ટ પાર કર્યા બાદ મેળવી હતી.
તે દેશની 84મી ગ્રાન્ડમાસ્ટર (GM) છે. કોનેરુ હમ્પી અને ડી હરિકા ભારતની બે અન્ય મહિલા ગ્રાન્ડમાસ્ટર ખેલાડી છે. ચેન્નાઈની 22 વર્ષીય વૈશાલીએ સ્પેનમાં 2500 ELO રેટિંગનો આંકડો પાર કર્યો જેમાં તેણે બીજા રાઉન્ડમાં તુર્કીની તૈમર તારિક સેલ્બેસને હરાવી હતી. વૈશાલીએ ઓક્ટોબરમાં કતાર માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ત્રીજી GM નોર્મ પ્રાપ્ત કરી હતી અને તેને ELO રેટિંગ વધારવાની જરૂર હતી.
પ્રગનાનંદ 2018માં બન્યો હતો ગ્રાન્ડમાસ્ટર
Ec પ્રગનાનંદ અને વૈશાલી વિશ્વ ચેમ્પિયનશિપ મેચ માટે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટના કેન્ડીડેટ્સમાં સ્થાન મેળવનારી પ્રથમ ભાઈ-બહેનની જોડી પણ બની ગઈ છે. કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ એપ્રિલમાં ટોરોન્ટોમાં રમાશે. વૈશાલીના નાના ભાઈ પ્રગનાનંદે 2018માં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. તે સમયે તે માત્ર 12 વર્ષનો હતો. હમ્પી ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી વિશ્વની સૌથી યુવા મહિલા ખેલાડી છે. તે 15 વર્ષની ઉંમરમાં 2002માં ગ્રાન્ડમાસ્ટર બની હતી.
ચેસના મહાન ખેલાડી વિશ્વનાથન આનંદે X પર વૈશાલીને અભિનંદન પાઠવતા કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી તે ખૂજ જ મહેનત કરી રહી છે. અને આ સારો સંકેત છે કારણ કે, તે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. તેમના માતા-પિતાને અભિનંદન. વૈશાલીના પિતા રમેશબાબૂ પોતે એક ચેસના ખેલાડી છે. તેમણે જ પોતાના બાળકોને આ ખેલમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા.