મંગળવારના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે તેલંગાણાના કરીમનગર જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગઈકાલે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે.’
#WATCH | In his address to a public meeting in Telangana's Karimnagar, PM Narendra Modi says, "'Shehzada' of Congress, since his issue of Rafale grounded, he started talking about '5 industrialists' all the time in the last five years…later he started saying 'Ambani-Adani', but… pic.twitter.com/lIbSURkY1C
— ANI (@ANI) May 8, 2024
કોંગ્રેસના શહેજાદાએ ‘અંબાણી-અદાણી’ પાસેથી કેટલો માલ ઉઠાવ્યો?
આ સાથે જ વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. એમને કહ્યું કે, ‘છેલ્લા 5 વર્ષોથી કોંગ્રેસના શહેઝાદા દિવસ-રાત એક જ જાપ જપતાં હતા. તેમનો રાફેલનો મુદ્દો જ્યારથી ઉભો થયો ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં ‘5 ઉદ્યોગપતિઓ’ વિશે વાત કરવાનું શરૂ કર્યું…પછીથી. તેણે ‘અંબાણી-અદાણી’નું નામ જપવાનું શરૂ કર્યું પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે…શા માટે? હું તેમને પૂછવા માંગુ છું કે શહેજાદા એ જણાવી દે કે એમને ‘અંબાણી-અદાણી’ પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે..”
અનામત છીનવી લેવા માંગે છે કોંગ્રેસ
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને દલિતોનો અનામતનો અધિકાર છીનવી લેવા માંગે છે. કોંગ્રેસ મુસ્લિમ સમુદાયને તેમનું આરક્ષણ આપવા માંગે છે. કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ન તો કોંગ્રેસનું વિઝન છે કે ન તો તેમનો એજન્ડા. કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માંગે છે. આ ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.’