વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જનતાને ભેટરૂપે આપવામાં આવ્યા, જે વિસ્તારની આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.
પ્રારંભિક સંબોધન: માં અંબાના ચરણોમાં પ્રણામ
જાહેરસભા શરૂ કરતા પહેલાં વડાપ્રધાન મોદીએ વાવ-થરાદના નાણીમાં જણાવ્યું કે, “નવરાત્રિ પૂર્ણ થઈ અને મને બનાસકાંઠામાં આવવાની તક મળી. હું માં અંબાના ચરણોને પ્રણામ કરું છું. મને સીધા ડિસા એરપોર્ટ પર ઉતરવાની તક મળી, જે આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિલોમીટર દૂર છે.”
Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i
— Narendra Modi (@narendramodi) March 31, 2026
કોંગ્રેસ પર પ્રહાર અને ભૂતકાળની યાદો
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, “ડિસામાં એરપોર્ટની કામગીરી મારી મુખ્યમંત્રી ભૂમિકા દરમિયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે બેઠેલી કેન્દ્ર સરકાર કોઈ કાર્ય કરે નહીં. ફાઈલો ધૂળ ખાઈ રહી હતી. તમે લોકોએ મને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યો, ત્યારબાદ મેં બાકી રહેલા કામો પૂર્ણ કરવાનું શરૂ કર્યું, અને આજે આ કામ પૂર્ણ થઈ રહ્યા છે.”
તેમણે ભૂતકાળના દિવસોને યાદ કરતા ઉમેર્યું, “અહીંનું ઘી, ગોળ, લસણની ચટણી, તાજુ માખણ અને તમારો પ્રેમ ક્યારેય ભૂલી નહીં શકું. તમે મને પરિવારના એક દીકરાની જેમ મોટો કર્યો છે. હવે તમારા આ પ્રેમને વિકાસ રૂપે આગળ વધારીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું.”
લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું
નાણી ખાતે યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ જનતાને સમૂહ વિકાસ, રોજગાર, અને સુવિધાઓ વધારવાના સરકારના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. તેમણે જણાવ્યું કે, “સરકાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે.” સ્થાનિક લોકોએ વડાપ્રધાનના આગમનને ઉત્સાહપૂર્વક આવકાર્યો અને વિસ્તારોની પ્રગતિ માટે અપાર આશા વ્યક્ત કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel