વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. કુવૈત પહોંચ્યા બાદ આવતી કાલે રવિવારે (22 ડિસેમ્બર) તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે અલગ-અલગ બેઠકો કરશે. પછી એ જ દિવસે સાંજે તે વતન પરત ફરશે. આ દરમિયાન મોદી કુવૈતમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે.
Watch: Prime Minister Narendra Modi lands in Kuwait
PM Modi is on a two-day visit to Kuwait, hosted by Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, the Amir of Kuwait. This marks the first visit by an Indian Prime Minister to Kuwait in 43 years pic.twitter.com/yy6fvwDdQz
— IANS (@ians_india) December 21, 2024
હાલમાં કુવૈતમાં 10 લાખ ભારતીયો રહે છે, જે ત્યાં રહેતા વિદેશી નાગરિકો પૈકી સૌથી વધુ છે. 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાત લેવાના છે. 1990માં જ્યારે ઈરાકે કુવૈત પર હુમલો કર્યો ત્યારે ભારતે તેની ટીકા કરી ન હતી. જેના કારણે કુવૈત સાથેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો અને લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે રાજકીય વાર્તાલાપ ઠપ થઈ ગયો હતો.
Today and tomorrow, I will be visiting Kuwait. This visit will deepen India’s historical linkages with Kuwait. I look forward to meeting His Highness the Amir, the Crown Prince and the Prime Minister of Kuwait.
This evening, I will be interacting with the Indian community and…
— Narendra Modi (@narendramodi) December 21, 2024
વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા, હાઈડ્રોકાર્બન અને વ્યાપારી સંબંધોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. સ્થાનિક ચલણમાં વેપાર કરવો એ પણ એક મોટો મુદ્દો હશે. પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે, કુવૈત હવે કાઉન્સિલ ઓફ ગલ્ફ કન્ટ્રીઝનું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે. તેથી ભારત તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા ઇચ્છે છે.