દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાના પ્રવાસે છે. પીએમ મોદી બુધવારે ગયાના પહોંચ્યા છે. હવે ગયાના અને બાર્બાડોસ બંને દેશોએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
જાણકારી મુજબ ગયાના દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સીલેન્સથી સન્માનિત કરશે જ્યારે બારબાડોસ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબાડોસથી સન્માનિત કરશે. 50 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને ગયાનાની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે ગયાનામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળની વસ્તી રહે છે. જેમની સંખ્યા 3,20,000 ની આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ડોમિનિકાએ કોરોનાકાળમાં દેશને મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીને તેમના દેશનું સર્વોચ્ય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય દેશોમાંથી મળનાર આંતરરાષ્ટ્રીય સન્માનોની સંખ્યા 19 સુધી પહોંચી ગઈ છે.