વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક દેવની જન્મ જ્યંતિ પ્રસંગે સોમવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વડાપ્રધાને ગુરૂનાનક દેવે આપેલા સેવા અને ભ્રાતૃભાવના સંદેશાઓની યાદ આપતાં જણાવ્યું હતું કે તેઓના ‘સેવા’ અને ભ્રાતૃભાવના સંદેશાએ વિશ્વમાં લાખ્ખો લોકોને શક્તિ આપી છે.
ਅੱਜ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਹੈਦਰਾਬਾਦ ਦੇ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਅਮੀਰਪੇਟ ਵਿਖੇ ਨਤਮਸਤਕ ਹੋ ਕੇ ਅਰਦਾਸ ਕੀਤੀ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਸਾਨੂੰ ਹਮੇਸ਼ਾ ਆਪਣੇ ਵਿਚਾਰਾਂ ਅਤੇ ਆਦਰਸ਼ਾਂ ਨਾਲ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਰਹਿਣ। pic.twitter.com/rt0Q5UAYno
— Narendra Modi (@narendramodi) November 27, 2023
ઉપર કરેલા પોસ્ટમાં તેઓએ લખ્યું હતું : શ્રી ગુરૂનાનક દેવજીના ‘પ્રકાશ-પર્વ’ના પવિત્ર દિવસે હું સર્વ કોઈને શુભેચ્છાઓ પાઠવું છું. તેઓના સેવા અને ભ્રાતૃભાવના સંદેશાએ વિશ્વમાં લાખ્ખો લોકોને અદ્ભુત શક્તિ આપી છે.
આ પૂર્વે રવિવારે પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ તેઓએ નાનક દેવને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું કે તેઓના અમૂલ્ય સંદેશાઓ આજે પણ અનેક લોકોને પ્રોત્સાહન આપે છે. માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે તે સંદેશાઓ આજે પણ પ્રસ્તુત બની રહ્યા છે. તેઓ સૌ કોઈને સાદુ-સરળ અને સંવાદી જીવન જીવવા અંગે જણાવતા હતા.
આ ઉપરાંત આજના દેવ-દેવાળીના પર્વે તેઓએ ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુ પંચાંગ પ્રમાણે આજનો કાર્તિક શુકલ પૂર્ણિમાનો દિવસ ચાતુર્માસની સમાપ્તિનો દિવસ માનવામાં આવે છે.