યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ પાર્ટી ફોર ફ્રીડમ અથવા Partij voor de Vrijheid વિજેતા બનતી જણાઈ રહી છે. પાર્ટીને 35 બેઠકો મળવાનું અનુમાન છે, જે 2021નાં પરિણામોથી બે ગણી હશે.
ચર્ચા એટલા માટે પણ વધુ થઈ રહી છે કારણ કે વિલ્ડર્સની પાર્ટી ઇસ્લામિસ્ટ વિરોધી વિચારધારા માટે પણ જાણીતી છે. જેથી તેઓ સત્તામાં આવે તો યુરોપમાં ઘણા મોટા ફેરફારો અને આસરો જોવા મળશે. જોકે, સ્પષ્ટ બહુમત કોઇ પાર્ટીને ન મળ્યો હોવાના કારણે સરકાર ગઠબંધનની બનશે અને જેમાં સમય લાગી શકે છે. પરંતુ ચર્ચા એવી છે કે વડાપ્રધાન પડે ગીર્ટ વિલ્ડર્સ જ સત્તા સંભાળી શકે છે.
35!!!!!!
PVV GROOTSTE PARTIJ ❤️ pic.twitter.com/oMANVYvGjy
— Geert Wilders (@geertwilderspvv) November 22, 2023
PVV અગાઉ મસ્જિદો, કુરાન અને સરકારી ઈમરતોમાં હિજાબ પર પ્રતિબંધની હિમાયત કરી ચૂકી છે. હવે તે 150 બેઠકોની નેધરલેન્ડ્સ સંસદની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને આવી છે. જોકે, સરકાર કઈ રીતે બનશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી કારણ કે દેશની અન્ય ત્રણ મોટી પાર્ટીઓએ સરકારમાં સામેલ થવા માટે ઝાઝો રસ દાખવ્યો નથી.
મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે, સરકાર રચવામાં ઘણો સમય લાગી શકે છે. કારણ કે, 2021ની ચૂંટણી બાદ 4 પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થવામાં 271 દિવસ લાગી ગયા હતા. આ વખતે તેના કરતાં પણ વધુ સમય લાગી શકે. ત્યાં સુધી હાલના પીએમ માર્ક રૂટ કેરટેકર પ્રેમ મિનિસ્ટર તરીકે યથાવત રહેશે. આ પહેલાં રચાયેલી સરકાર સ્થળાંતર અને અન્ય મુદ્દાઓને લઈને મતભેદોના લીધે ગઠબંધન તૂટી જતાં ભંગ થઈ ગઈ હતી.
કોણ છે ગીર્ટ વિલ્ડર્સ?
ગીર્ટ વિલ્ડર્સ વિશ્વના એ જૂજ નેતાઓમાં સ્થાન પામે છે, જેમણે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને તેમની ટીપ્પણીને લઈને થયેલાં વિવાદ બાદ ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે અનેક વખત નૂપુર શર્માના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે પણ તેઓ ખાસ્સા ચર્ચમાં આવ્યા હતા.
વિલ્ડર્સ નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતાઓમાં મોટું નામ ધરાવે છે અને ખાસ કરીને ઇસ્લામવાદી વિચારધારાના વિરોધી ગણાય છે. ઘણાં વર્ષોથી નેધરલેન્ડ્સના રાજકારણમાં સક્રિય છે અને 1998થી સાંસદ છે. વર્ષ 2006માં તેમણે PVV પાર્ટીની સ્થાપના કરી હતી, જેના પણ તેઓ અધ્યક્ષ છે.
તેમનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં 6 સપ્ટેમ્બર, 1963ના રોજ થયો હતો. 1981થી ’83 સુધી ઈઝરાયેલમાં રહ્યા અને મિડલ ઈસ્ટનો પણ પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન તેમણે ઈસ્લામ અને વિચારધારા અંગે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મુખરતાથી અવાજ ઉઠાવતા થયા અને રાજકીય રીતે પણ વધુ સક્રિય થયા.
2014માં એક રેલી દરમિયાન મોરક્કોના નાગરિકો વિરુદ્ધ નારાબાજી કરવા બદલ તેમની સામે કેસ થયો હતો અને પછીથી ગુનેગાર પણ ઠેરવવામાં આવ્યા હતા. 2021માં સુપ્રીમ કોર્ટે પણ તેમનો દોષ બરકરાર રાખ્યો હતો. જોકે, વિલ્ડર્સ આ કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવતા આવ્યા છે. તેઓ ડચ-ફર્સ્ટની વિચારધારાને લઈને ચાલે છે અને એન્ટી-ઈમિગ્રેશનની પોલિસીને સમર્થન કરે છે, જેના કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં સારી એવી લોકપ્રિયતા પામ્યા છે.
ઓક્ટોબર, 2022માં BJPનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીઓને લઈને ઈસ્લામીઓએ વિવાદ સર્જ્યો અને પછીથી આંતરરાષ્ટ્રીય મુદ્દો બન્યો ત્યારે વિલ્ડર્સે નૂપુરને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે X (ત્યારનું ટ્વિટર) પર અનેક પોસ્ટ્સ પણ કરી હતી.
Nupur Sharma is a hero who spoke nothing but the truth. The whole world should be proud of her. She deserves the Nobel Prize. And India is a Hindu nation, the Indian government is obliged to strongly defend Hindus against Islamic hate and violence.
#NupurSharma #India #Islam pic.twitter.com/kVkQjEr3RN
— Geert Wilders (@geertwilderspvv) October 9, 2022
એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “નૂપુર શર્માએ જે કંઈ પણ કહ્યું હતું તે સત્ય છે. આખા વિશ્વને તેમની ઉપર ગર્વ થવો જોઈએ. તેઓ નોબેલ પ્રાઇઝનાં હકદાર છે. ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને ભારતની સરકાર ઇસ્લામી નફરત અને હિંસા વિરૂદ્ધ હિંદુઓની દૃઢતાપૂર્વક રક્ષા કરવા માટે બાધ્ય છે.