ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવીને મિત્તલબેન રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે.
આ વિજયથી ગોગજીપુરા ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ ગોગજીપુરા પે.સે. શાળા પરિવારે મિત્તલબેનને અભિનંદન પાઠવી ગિફ્ટ આપીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય શનાભાઈ ઝાલા , સરપંચ ભરતભાઈ ઝાલા, પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ મોહનભાઈ ઝાલા, મિત્તલને તૈયાર કરનાર શિક્ષક દિનેશભાઈ શર્મા, તેમજ SMC અધ્યક્ષ રણજીતસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મિત્તલબેનને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટર. રાજદીપસિંહ ચૌહાણ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel