કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક ભગુ ઋષિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો.
સવારથી જ ભક્તોએ મંદિરે પહોંચી જલાભિષેક, પૂજા-અર્ચના અને દર્શન કરી ધાર્મિક આનંદ અનુભવ્યો હતો. શ્રાવણ માસમાં મહાદેવના દર્શનનો વિશેષ મહિમા હોવાથી આજના દિવસે દૂરદૂરાના શ્રદ્ધાળુઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
ગામમાં મેળાવડાનું માહોલ સર્જાતા ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. ભક્તોએ મહાદેવને દુધ, બેલપત્ર અને ફૂલ અર્પણ કરી દર્શન કર્યા. ભરકુંડા ગામના ભગુ ઋષિ મહાદેવ મંદિરે આ પ્રસંગે ગામ અને આસપાસના વિસ્તારમાં ભક્તિભાવનું વિશેષ માહોલ જોવા મળ્યું.
રિપોર્ટર – રાજદીપસિંહ ચૌહાણ (કઠલાલ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel