ત્રિ-માસિક બાળ કલ્યાણ સમિતિ બેઠકમાં સંસ્થામાં બાળકોના પ્રવેશ અને મુક્તિ બાબતે ચર્ચા થઈ. જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠકમાં ક્ષમતા વિકાસ તાલીમ, જાગૃતિ કાર્યક્રમો અને રક્ષણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
બેઠકમાં જિલ્લા મફત કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી, જિલ્લા વિકાસ અધિકારી, નવીન નિયુક્ત CWC ચેરમેન/સભ્યો, JJB સભ્યો, જિલ્લા આરોગ્ય અધિકારી, ICDS, પોલીસ વિભાગ, આયોજન અધિકારી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા.